સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 11 November 2014

ઓક્ટોબરમાં ફંડોનું ઇક્વિટીમાં રૃા. ૬૦૦૦ કરોડનું બાઇંગ,સતત છઠ્ઠા મહિને નેટ લેવા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ઓક્ટોબરમાં ફંડોનું ઇક્વિટીમાં રૃા. ૬૦૦૦ કરોડનું બાઇંગ,સતત છઠ્ઠા મહિને નેટ લેવા

કેશ માર્કેટના ટર્નઓવરમાં રિટેલનો હિસ્સો ૧૨ ત્રિમાસિકની ટોચેે

મુંબઇ, મંગળવાર
શેરબજારના વર્તમાન દોરમાં નાના રોકાણકારો દેખાવા લાગ્યા હોવાનું આંકડાઓ દ્વારા છતી થતી તેમની હાજરી પરથી વરતાઇ આવે છે.સામાન્યરીતે તેઓ તેજીની પાર્ટીમાં લેટ પડતાં હોય છે પછી તે શેરબજારની હોય,સોનાચાંદીની હોય કે રિયલ એસ્ટેટની હોય,આ વખતે તેઓ હાલની એન્ટ્રીમાં સાચા પૂરવાર  થાય છે કે ખોટા તે તો સમય જ બતાવશે એવું એક પીઢ નિરિક્ષકે જણાવ્યુ હતુ.
ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડોએ સતત છઠ્ઠા મહિને નેટ બાઇંગ કરી રૃ.૬૦૦૦ કરોડના શેરોની ખરીદી કરી હતી.કેશ બજારના  ટર્નઓવરમાં તેમનો રિટેલનો હિસ્સો ૧૨ ત્રિમાસિકના ઊચ્ચ સ્તરે પહોંચી બંન્ને બજારનું સંયુક્ત ગણતા ૫૧.૮૪ ટકા થઇ ગયુ હતુ.આશ્ચર્યની વાત એ છે કે આમાંથી ઘણા રોકાણકારો આ તબક્કે રોકાણ કરવાનો વિચાર ધરાવતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.
સપ્ટેમ્બર ૨૦૧૪માં પૂરા થયેલા ત્રણ માસના ડેટા અનુસાર ભારતની ટોપ ટ્રેડેટ કંપનીઓમાં રિટેલ ઇન્વેસ્ટરોનું રોકાણ વધ્યું હતુ.આવું  છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં પહેલી વાર  થયુ હતુ.બીએસઇ ૫૦૦માંથી ૪૯૪ કંપનીઓમાં તેમનું એકત્રિત હોલ્ડીંગ ૬.૩૭ ટકા જેટલું થયુ હતુ.જૂન ૨૦૧૪ના અંતે તેમનું આવું રોકાણ ૬.૨૯ ટકાના સ્તરે હતું.જોકે તેમના કરતા વિદેશી રોકાણકારો ભારતીય બજારો અંગે વધુ બુલીશ રહ્યા હતા અને તેમનું આવી કંપનીઓમાં એકત્રિત રોકાણ ૧૪.૫ ટકા હતુ.
જે રિટેલ રોકાણકારો સુરક્ષિત રોકાણ કરવા માગે છે તેઓ મ્યુચ્યુઅલ ફંડનો રુટ પણ અપનાવી રહ્યા છે.નાણાકીય વર્ષના પહેલા છ માસમાં રિટેલ ફોલિયોમાં ૪.૬ ટકાનો વધારો નોંધાયો હતો જે માર્ચ ૨૦૦૯ પછીનો સૌથી મોટો વધારો હતો.એમ્ફીના આંકડાઓ મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિટેલ ઇન્વેસ્ટરોએ રૃ. ૨૩,૮૨૧ કરોડનું રોકાણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં કર્યું હતુ
જે જૂન ત્રિમાસિકમાં થયેલા આવા રોકાણ કરતા બમણુ હતુ.અંદાજે ૫ ટકા રોકાણકારો નવા હોવાનું પણ અમુક ફંડ હાઉસોએ જણાવ્યુ હતુ.એક અગ્રણી મ્યુ.ફંડ હાઉસે તેના નવા ગ્રાહકોમાંથી ૫૦ થી ૬૦ ટકા પહેલીવાર ઇન્વેસ્ટ કરનારા જ હોવાનું જાણવા મળ્યુ હતુ.નાના રોકાણકારોના આ ઉત્સાહ પરથી જણાય છે કે ઘરગથ્થુ બચતોમાંથી શેર-ડિબેન્ચરમાં રોકાણનું પ્રમાણ વધી શકે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday 7 November 2014

સોના-ચાંદી આરંભમાં તૂટયા પછી સાંજે ફરી ઉછળ્યા

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સોના-ચાંદી આરંભમાં તૂટયા પછી સાંજે ફરી ઉછળ્યા

સોનાના ભાવ તૂટી જતાં વિવિધ માઈન્સમાં હવે ઉત્પાદન ઘટવાની ભીતિ

મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવો આરંભમાં   તૂટયા પછી  બપોર પછી ઝડપી વધી  આવ્યા હતા.  સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના  રૃ.૨૫૫૦૦ વાળા  આજે રૃ.૨૫૨૬૦ ખુલ્યા પછી  ફરી  ઉછળી રૃ.૨૫૫૧૦ના  ભાવોએ  બંધ રહ્યા હતા.
આજ રીતે   સોનાના ૯૯.૯૦ના  ભાવો રૃ.૨૫૬૫૦ વાળા રૃ.૨૫૬૬૦  બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૫૬૦૦ વાળા આજે રૃ.૩૫૨૦૦ ખુલી રૃ.૩૫૭૫૦  બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના  ભાવો ઔંશના  ૧૧૪૩.૭૦  ડોલરવાળા આજે નીચામાં  ૧૧૩૧.૩૦ થયા પછી  ફરી ઉછળી ૧૧૪૭.૬૦ થઈ  ાંજે ૧૧૪૫.૮૦  ડોલર રહ્યાના  સમાચારો  હતા. સોના  પાછળ વિશ્વ બજારમાં  ચાંદીના ભાવો  પણ ઔંશના ૧૫.૩૪થી ૧૫.૩૫  ડોલરવાળા  આજે  નીચામાં ૧૫.૦૩  થ?ા પછી ઉછળી  ૧૫.૪૯  થઈ સાંજે  ૧૫.૩૯  ડોલર રહ્યાના સમાચારો  હતા.
વિશ્વ બજાર ઘટયા ભાવથી  ઉછળતાં તથા ઘરઆંગણે  આજે  રૃપિયા સામે ડોલરના ભાવો   પણ વધી આવતાં   કિંમતી ધાતુઓની   આયાત   પડતર ફરી ઉંચકાઈ હતી.   અને તેના પગલે મુંબઈ બજારમાં આજે કિંમતી ધાચુઓમાં  ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું.   વિશ્વ બજારમાં  સોના-ચાંદીમાં   નીચા ભાવોએ ચીન તથા ભારતની  ખરીદી વધી હોવાના  નિર્દેશો હતા.  ભારતમાં હવે પછીના  દિવસોમાં  લગ્નસરા  આવતા હોવાથી  સોનામાં નીચા ભાવોએ  માનસ ખરીદવાનું  રહ્યું  હોવાનું જાણકારોએઓ જણાવ્યુપં હતું. મુંબઈ કરન્સી બજારમાં  આજે  ડોલરના ભાવો  ઉછળી રૃ.૬૧.૬૭  થઈ છેલ્લે રૃ.૬૧.૬૨  રહ્યા હતા.   આજે ડોલર વધતાં રૃપિયાના ભાવો  સાડા ૩ સપ્તાહના તળિયે ઉતર્યા હતા.  આયાતકારોએ આજે  ડોલર ખરીદી  રહ્યા હતા.   વિશ્વ બજારમાં  અમેરિકામાં  જોબલેસ કલેઈમ્સ  ઘટીને  ૧૪ વવર્ષના  તળિયે ઉતરતાં  વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ આજે ઉછળી  ૫ વર્ષની ટોચે પહોંચ્યો હતો.  વિશ્વ બજાર પાછળ મુંબઈમાં   પણ આજે  ડોલરના ભાવો  ઉછળ્યા હતા. મુંબઈમાં  મોડી સાંજે  ચાંદીના ભાવો રૃ.૩૫૬૫૦ ૩૫૭૦૦ તથા કેશમાં  ભાવો આ ભાવોથી રૃ.૨૫૦થી  ૩૦૦ જેટલા નીચા  રહ્યા હતા.   અમેરિકામાં   મિન્ટમાં સોના તથા  ચાંદીના સિક્કાની  માંગ  વધી છે. ચાંદીના સિક્કાની  તો ત્યાં અછથ ઊભી થયાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવો તૂટી જતાં  ગોલ્ડ માઈનિંગ  કંપનીઓ નુકશાનીમાં  આવી ગઈ છે તથા અમુક માઈનસમાં ઉત્પાદન   કાપ તતા વિસ્તરણ  અને સંશોધન  પર કાપ મૂકાઈ  રહ્યાના  સમાચારો   હતા. માઈનસ કંપનીઓના  શેરોના ભાવો  પણ ઘટી ગયા છે. દરમિયાન વિશ્વના ડાયમંડ  બજારમાંથી  મળી વહેલા સમાચારો મુજબ ઝીમ્બાબ્વે  દ્વારા કટ અને   પોલીશ્ડ  ડાયમંડ પરનો ૧૫ ટકાનો  ટેક્સ દૂર કરવા વિચારણા થઈ રહ્યાના સમાચારો હતા.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday 6 November 2014

મોટા દાવાઓની જવાબદારી વધતા વીમા કંપનીઓ પ્રિમિયમો વધારશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

મોટા દાવાઓની જવાબદારી વધતા વીમા કંપનીઓ પ્રિમિયમો વધારશે

કુદરતી આફતોને કારણે

આ વર્ષે રૃા. ૬,૦૦૦ કરોડાૃથી પણ વધુ રકમના કંપનીઓના દાવાઓ ચૂકવવાના ાૃથયા
મુંબઇ, ગુરૃવાર
આ વર્ષે રૃ. ૬,૦૦૦ કરોડથી પણ વધુ રકમના કંપનીઓના દાવાઓ ચૂકવવાની તથા અન્ય મોટી રકમના ક્લેમ્સની જવાબદારીઓનો સામનો કરી રહેલ વીમા કંપનીઓ આવતા વર્ષે  પોતાની  નફાકારકતા જાળવવા પ્રિમિયમ વધારી દે એવી સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરમાં પૂર અને આંધ્ર પ્રદેશ તથા ઓડીશામાં આવેલ હૂડહૂડ વાવાઝોડાના પગલે તારાજી તેમ જ દેશમાં અનેક આગના બનાવોને પગલે ક્લેમ રેશીયો વીમા કંપનીઓનેે ખાડામાં ઉતારી દેશે એવું એક જાણકાર સાધને જણાવ્યું હતુ.
સરકારી માલિકીની મોટી સામાન્ય વીમા કંપનીઓ  રૃ. ૪૦૦૦ કરોડ કે તેથી વધુ રકમના વીમા રક્ષણ માટે ૧૦-૧૫ ટકા વધુ પ્રિમિયમ આવતા વર્ષે માંગે એવી શક્યતા વધુ છે.એક અંદાજ પ્રમાણે મોટી મોટી કંપનીઓને અપાતી આગ,કુદરતી આફતો અને ધંધો બંધ રહેવા બદલના નુક્શાનને કવર કરતી મોટી પોલિસીનું પ્રિમિયમ રૃ. ૪૫ કરોડથી વધી રૃ. ૬૦ કરોડ સુધી જઇ શકે છે.
આતર રાષ્ટ્રીય સ્તરનાં રિઇન્સ્યોરરોના એવી કામગીરી માટે ના પ્રિમિયમના દર પણ વધવાની ગણતરી મુકાર રહી છે કેમ કે વિશ્વમાં પણ ક્લેમોની જવાબદારી વધારી દે તેવી અનેક ઘટનાઓ આ વર્ષે બની છે.
એક જાણિતી સરકારી સામાન્ય વીમા કંપનીનો પ્રથમ ત્રિમાસિકમાં અંડરરાઇટીંગ લોસ રૃ. ૫૦૦ કરોડ થઇ ગયો છે જે ગયા વર્ષના સમાન સમય ગાળામાં રૃય ૩૫૦ કરોડ જ હતો.અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓએ વીમા રિન્યુ કરાવવા થોડું વધુ પ્રિમિયમ ચૂકવવું પડયું હોવાનું પણ જાણવા મળ્યું હતુ.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday 5 November 2014

સોનામાં વધુ રૃા.૫૦૦નો કડાકોઃ બિસ્કિટમાં રૃા.૩ લાખની સપાટી તૂટી

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

સોનામાં વધુ રૃા.૫૦૦નો કડાકોઃ બિસ્કિટમાં રૃા.૩ લાખની સપાટી તૂટી

ઝવેરી બજારમાં મંદીએ વેગ પકડતાં નવા ગાબડા પડયા

મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે વિશ્વ બજાર  પાછળ ભાવોમાં   મંદી ઝડપી ગતિએ આગળ વધતાં સોનાના ભાવો ૧૦ ગ્રામના  વધુ રૃ.૫૦૦થી ૫૦૫  તથા ચાંદીના ભાવો કિલોના વધુ રૃ.૧૧૭૦ ગગડયા હતા. મુંબઈમાં  આજે ચાંદીના ભાવો તૂટી રૃ.૩૬ હજારની અંદર ઉતર્યા હતા. અમદાવાદમાં આજે ચાંદીના ભાવો રૃ.૧૪૦૦ તૂટી રૃ.૩૪૮૦૦ રહ્યા હતા જયારે અમદાવાદ સોનાના ભાવો  આજે ૧૦ ગ્રામના રૃ.૫૫૦ ઘટી  ૯૯.૫૦ના રૃ.૨૫૭૫૦ તથા  ૯૯.૯૦ના રૃ.૨૫૯૦૦  રહ્યા હતા.  વિશ્વ બજારમાં  મંદીના વિવિધ કારણો ભેગા થતાં   સોના-ચાંદીના ભાવો વધુ તૂટી  ૪ વર્ષના નવા નીચા તળિયે ગયાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં આજે સોનામાં ઔંશદીઠ નીચામાં ૧૧૫૦ ડોલરની મહત્ત્વની સપાટી તૂટી   જતાં હવે નજર ૧૧૦૦ ડોલર પર રહી છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો ઘટી ૩ વર્ષના તળિયે ઉતરતાં તથા જાપાન પછી હવે  યુરોપમાં પણ સ્ટીમ્યુલ્સ પેકેજ અપાવાની શક્યતા બળવત્તર બનતાં ડોલર સામે વિવિધ ચલણો દબાણ હેઠળ રહ્યા છે સામે ડોલર ઉંચો રહેતાં વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની વેચવાલી વધી છે.
મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૫૯૫૫  વાળા રૃ.૨૫૫૬૫ ખુલી રૃ.૨૫૪૫૫ તથા ૯૯.૫૦ના ભાવો રૃ.૨૬૧૦૫ વાળા રૃ.૨૫૭૧૦ ખુલી રૃ.૨૫૬૦૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૩૬૮૦૦ વાળા રૃ.૩૬૦૦૦ ખુલી રૃ.૩૫૬૩૦  બંધ રહ્યા હતા.
મુંબઈ બજારમાં મોડી સાંજે ચાંદીના ભાીવો રૃ.૩૫૬૦૦થી ૩૫૬૫૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૨૫૦થી ૩૦૦ જેટલા  નીચા બોલાઈ  રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના  ૧૧૬૮.૧૦ ડો લરવાળા વધુ ગગડી નીચામાં ૧૧૩૭.૩૦  થઈ સાંજે ૧૧૪૩થી ૧૧૪૪ ડોલર આસપાસ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવો રૃ.૩૫૬૦૦થી  ૩૫૬૫૦ તથા કેશમાં  ભાવો આ ભાવોથી  રૃ.૨૫૦થી ૩૦૦ જેટલા નીચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના  ૧૧૬૮.૧૦ ડોલરવાળા વધુ ગગડી નીચામાં  ૧૧૩૭.૩૦ થઈ સાંજે ૧૧૪૩થી ૧૧૪૪ ડોલર  આસપાસ રહ્યાના સમાચારો હતા.  વિશ્વ બજારમાં  સોના પાછળ આજે ચાંદીના ભાવો ઔંશના  ૧૬.૦૦ ડોલરવાળા નીચામાં ૧૫.૧૩ ડોલર થયા પછી સાંજે ૧૫.૨૫થી ૧૫.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા.  વિશ્વ બજાર તૂટી જતાં  ઘરઆંગણે આજે  બંને કિંમતી ધાતુઓની આયાત પડતરો ઝડપથી નીચા આવતાં  હાજર બજારમાં ભાવોમાં નવો કડાકો બોલાયો હતો.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો રૃ.પાંચ હજાર તૂટી રૃ.૩ લાખની સપાટીની અંદર  ઉતરી સાંજે રૃ.૨ લાખ ૯૯ હજાર ૫૦૦ આસપાસ બોલાઈ ગયાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના  ભાવો રૃ.૬૧.૩૫ તથા રૃ.૬૧.૪૯ વચ્ચે અથડાઈ છેલ્લે રૃ.૬૧.૪૧ રહ્યા હતા.વિશ્વ બજારમાં ડોલર સામે જાપાનના યેનના ભાવો ઘટી ૭ વર્ષના તળિયે ઉતર્યા છે. અમેરિકામાં  ગોલ્ડ ઈટીએફમાં સોનાનું હોલ્ડિંગ  ઘટી ૬ વર્ષના તળિયે  જતું રહ્યું છે. હવે અમેરિકામાં ગુરૃવારે  બહાર પડનારા જોબલેસ કલેઈમ્સના આંકડાઓ તથા શુક્રવારે બહાર પડનારા ઓકટો.ના જોબગ્રોથના આંકડાઓ પર બજારની નજર રહી છે.